મોરબી તાલુકાના ગૂંગણ ગામમાં ત્રણ ભાઈઓની સયુંકત ભાગીદારીની રીક્ષાના ભાગ માટે ભોગ બનનાર ભાઈએ માતા અને ભાઈ સાથે ચર્ચા કરતા જે બાબતે સગા ભાઈએ ભાઈ તથા સગી જનેતાએ લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ અત્રેના તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબી તાલુકાના ગૂંગણ ગામે રહેતા અરવિંદભાઈ મનજીભાઈ કુરીયા ઉવ.૩૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના સગા ભાઈ લાલજીભાઈ મનજીભાઈ કુરીયા અને માતા લીલાબેન મનજીભાઈ કુરીયા રહે. બંને ગૂંગણ ગામ વિરુદ્ધ માર મારવા અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી અરવિંદભાઈ, લાલજીભાઈ અને સંજયભાઈ એમ ત્રણ ભાઈઓ છે, તેમના સયુંકત ભાગીદારીમાં એક સીએનજી રીક્ષા છે, ત્યારે ગઈ તા. ૩૧/૧૨ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં અરવિંદભાઈએ રીક્ષામાં ભાગ બાબતે તેમના સગા ભાઈ લાલજીભાઈ તથા માતા લીલાબેન સાથે વાતચીત કરતા અરવિંદભાઈના ભાઈ અને માતાને તે બાબતે સારું નહીં લાગતા બંને આરોપીઓએ અરવિંદભાઈને લાકડાના ધોકા વડે મોઢામાં તથા શરીરે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.