Friday, December 27, 2024
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે સિરામિક કારખાનાના સીક્યોરીટી સહીત ત્રણ ઈસમોએ યુવકને બેફામ...

મોરબીના નીચી માંડલ ગામે સિરામિક કારખાનાના સીક્યોરીટી સહીત ત્રણ ઈસમોએ યુવકને બેફામ માર મારી હત્યા નીપજાવી

મોરબીમાં સિરામીક કારખાનામાં અંદર જવા માંગતા એક યુવકને સિક્યુરિટી ગાર્ડ સહીત ત્રણ ઈસમોએ યુવકને બેફામ માર મારતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટીક્કીસીંગ ચૈતન્યસીંગ નામનો યુવક નીચી માંડલ ગામની સીમ, મોરબી હળવદ રોડ પાર આવેલ બીસ્કોન સિરામીક કારખાનામાં જવા માંગતો હોય ત્યારે બીસ્કોન સીરામીકમાં સીક્યોરીટી તરીકે કામ કરતા મહેશભાઇ વશુનીયા સાથે યુવકનો ઝધડો થયેલ બાદ મહેશ વસુનીયાએ રાજેન્દ્ર ગુર્જર તથા તેની સાથે કામ કરતા ઇરફાન કુરેશીને બોલાવેલ બાદ આરોપીઓએ યુવકને હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોચાડતા યુવકનું મોત નીપજ્યું હતું. જે બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે મહેશભાઇ વસુનીયા, રાજેન્દ્ર ગુર્જર તથા ઇરફાનખાન કુરેશી (રહે.ત્રણેય બીસ્કોન સીરામીક, નીચી માંડલ-આંદરણા વચ્ચે તા.જી.મોરબી) સામે રણજીતભાઇ પરવાસીયા મોલ (રહે.હાલ સીમસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં, વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ, તા.વાંકાનેર જી.મોરબી મુળ ઓરીસ્સા)ની ફરિયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!