હળવદ: અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામના બોર્ડ નજીક જાહેરમાં શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતા યુવકને રોકી હળવદ પોલીસ ટીમ દ્વારા તેની તલાસી લેતા, તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક નંગ બોટલ કિ.રૂ.૬૯૬ મળી આવતા તુરંત આરોપી પ્રવીણભાઈ છગનભાઇ પોકાર ઉવ.૩૨ રહે.હળવદ ટાઉનમાં સરા રોડ વિશ્વાસ-૧ સોસાયટી મૂળ રહે. ખેડોઈ તા.અંજાર જી.કચ્છ વાળાની અટક કરવામાં આવી હતી, જ્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ વિદેશી દારૂની બોટલ હળવદ તાલુકાના સુખપર ગામના માહિપાલસિંહ અભેસંગ ગોહિલ આપી ગયો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.