મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના દરબાર ગઢ નજીક મહેન્દ્રડ્રાઈવ રોડ ઉપર થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક ઇસમની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૭૫૦/-મળી આવી હતી, જેથી તુરંત આરોપી જીતેશભાઈ મનુભાઈ કગથરા ઉવ.૨૯ રહે.વીસીપરા રાજબેકરી પાસે વાળાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસની સઘન પૂછતાછમાં વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે વીસીપરા કુલીનગર-૧ માં રહેતી મહિલા બુટલેગર મુમતાજબેન ઇમરાનભાઈ નૂરમામદભાઈ મોવર પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા મહિલા આરોપીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.