મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સત્કાર પાર્ટી પ્લોટ સામે ધ્રુવ હોસ્પિટલ નજીક જાહેર રોડ ઉપરથી એક યુવક પ્લાસ્ટિકના ઝબલામાં કિંગફિશર બિયરના બે ટીન કિ.રૂ.૨૦૦/-સાથે પકડાઈ ગયો હતો, આ સાથે એ ડિવિઝન પોલીસે આરોપી હિરેનભાઈ દેવસીભાઈ બાવરવા ઉવ.૩૨ રહે.શિવાલય એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ ધ્રુવ હોસ્પિટલ સામેવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.