Thursday, January 30, 2025
HomeGujaratમોરબીમાં યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રો અંગે ફેસબુક ઉપર ખોટી જાહેરાત કરી...

મોરબીમાં યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રો અંગે ફેસબુક ઉપર ખોટી જાહેરાત કરી યુવક સાથે ઠગાઇ

૬ મોબાઇલ ધારક અને ૬ યુ.પી.આઇ. ધારક સામે નોંધાયો ગુનો

- Advertisement -
- Advertisement -

મોરબીમાં યદુનંદન ગૌશાળા સમિતિના નામે ફેસબૂક ઉપર બમ્પર ડ્રો ની જાહેરાત કરતું પેઝ અપલોડ કરી રૂપિયા પડાવતી ગેંગ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ડ્રો ના નામે રૂપિયા ભરાવી તેની ખોટી પહોંચ પણ વોટ્સએપમાં મોકલી ઠગાઇ કરાતી હોવાની ભોગ બનનાર યુવક દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે ૬ મોબાઇલ નંબર ધારક અને ૬ યુ.પી.આઈ.ના ધારક વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાલર રોડ સ્લમ ક્વાર્ટર બ્લોક નં.૪૧માં રહેતા વિમલભાઈ જયસુખભાઈ ત્રિવેદી ઉવ.૪૦ એ આરોપી તરીકે (૧)મો.નં- ૭૨૪૦૬૭૪૩૯૪, (૨)યુ.પી.આઇ આઇ.ડી સોનુ નામ ૭૨૪૦૬૭૪૩૯૪@mbk, (૩) ૭૦૯૬૦૪૮૨૪૫ દસરથજી ઠાકોર (૪)મો.નં-૮૯૨૬૧૬૩૮૧૧, (૫)મો.નં-૭૪૭૦૮૬૧૭૧૩, (૬)મો.નં-૮૩૩૮૯૨૧૪૩૮,(૭)મો.નં-૭૩૨૭૯૪૮૩૭૧, (૮)યુ.પી.આઇ ૭૨૪૦૬૭૪૩૯૪@mbk, (૯)યુ.પી.આઇ ૯૮૨૭૭૫૧૧૬૭@mbk, (૧૦)યુ.પી.આઇ ૯૬૭૨૪૦૬૪૧૮@tbl, (૧૧)યુ.પી.આઇ ૯૬૯૪૧૦૫૧૮૬@mbk, (૧૨)યુ.પી.આઇ ૮૯૨૬૧૬૩૮૧૧@tbl ના ધારક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ગત તા.૧૨/૦૧ થી આજદિન સુધીમાં એવી રીતે કે ઉપર જણાવેલ મોબાઇલ નંબર તથા યુ.પી.આઇ આઇ.ડીના ધારક આરોપીઓએ મોરબી શ્રી યદુનંદન ગૌશાળા સમીતી બમ્પર ડ્રો ની જાહેરાત કરતુ પેઝ અલગ અલગ નંબરોથી ફેસબુકમાં અપલોડ કરી ઠગાઇ કરવાના ઇરાદે અલગ અલગ યુ.પી.આઇ મારફતે કૂલ રૂ.૯૨૯૫/- ફરિયાદી તથા સાહેદો પાસેથી મેળવી ઠગાઇ કરી ફરીયાદી તથા સાહેદોને તેઓના નામની ખોટી પહોચો(ટિકિટ) વોટસએપ ઉપર મોકલી ખોટા રેકર્ડનો ખરા તરીકે ઇલેક્ટ્રીક રેકોર્ડનો ઉપયોગ કરી ઇનામી ડ્રો ની લાલચ આપી છેતર્પીંડી કરી મોરબી યદુનંદન ગૌશાળા સમીતીની પ્રતીષ્ઠાને હાની પહોચે તેવુ ક્રુત્ય કરી ગુનો કર્યો હોય જે ફરિયાદને આધારે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તમામની ઓળખ મેળવવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!