વાંકાનેર તાલુકાના અમરસર રેલ્વે ટ્રેક AM નં ૭૦૫/૧ સોરાષ્ટ જનતા ટ્રેઇનમાં જીતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.૩૩) રહે વાંકાનેર આરોગ્યનગર નં-૯ વાળો કોઈ કારણસર ટ્રેઈન અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેન નીચે કચડાઈ જતા યુવાન મોતને ભેટતા ચકચાર મચી ગઈ હતી આ અંગે વાંકાનેર રેલવે સ્ટેશન માસ્ટર પ્રણવ કુમારે જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.