મોરબીમાં રવાપર-ઘુનડા રોડ ઉપર રોડ સાઈડમાં ઉભેલ એક યુવકને મહિલા મોપેડ ચાલક દ્વારા હડફેટે લેતા, યુવકને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્ત યુવકે આરોપી મહિલા મોપેડ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સહજાનંદ શેરો મેઈન બજાર વાંકાનેરમાં રહેતા વિક્રમભાઇ રઘુરામભાઇ ખાંડેખા ઉવ.૩૩ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ઈ-બાઈક ચાલક નીયતીબેન મનિષભાઇ અગ્રાવત રહે ઇડન હિલ્સ રોયલ એવન્યુ ધુનડા રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૬/૦૭ ના તોજ રાત્રીના ૭.૩૦ વાગ્યાની આસપાસ વિક્રમભાઈ સજ્જનપર-ધુનડા રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોનની બાજુમા મેલડી માતજીના મંદીર પાસે રોડ ઉપર ઉભા હતા તે દરમિયાન આરોપી બહેને પોતાના હવાલાવાળું મોપેડ ઈ-બાઇક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચવાળાવી આવી રોડની સાઈડમાં ઉભેલ વિક્રમભાઈની સાથે અકસ્માત કરતા, વિક્રમભાઈને પગમાં ફેકચરની ઇજા થઈ હતી. હાલ એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.