મોરબી જિલ્લામાં બેકાબૂ વાહનો દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. વધુ એક અકસ્માતનો બનાવ મોરબીની લીલાપર રોડ પાસે બન્યો હતો. જેમાં મોરબીનાં લીલાપર રોડ ઈલેકટ્રીક સ્માશાન પાસેથી રાજેશભાઈ દેવાભાઈ ખડીયાનો નેનો ભાઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટાટા ૪૦૭ના ચાલક લાલાભાઈ ગણવાએ પોતાનું GJ19Y2588 નંબરનું વાહન પુરપાટ ઝડપે ચલાવી યુવકને હડફેટે લઈ તેના માથા પર પોતાના વાહનનું ટાયર ફેરવી દેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રાજેશભાઈ દેવાભાઈ ખડીયાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ-૨૭૯,૩૦૪(અ) મુજબ ગુનો નોંધાવ્યો છે.