મોરબી-માળિયા નવલખી હાઈવે ઉપર બેકાબુ ટ્રકે બાઇકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જયો હતો જેમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે યુવાનને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી-માળિયા નવલખી હાઇવે જાણે મોતનો માર્ગ હોય તેમ અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે નવલખી હાઈવે પર સવારમાં નં.GJ-05-1179ના ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ધડાકાભેર આકસ્માત થયો હતો. આ અકસ્માતનમાં વવાણીયા ગામના ગુલામ હુશેન જુમાભાઈ સુમરાને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ કિશોરભાઈ આત્રોલીયા (ઉ.વ.25) અને ઉમેશ કાનજીભાઈ આત્રોલીયા (ઉ.વ.18)ને ઈજા પહોંચી હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુલામ હુસેન વવાણીયાથી મોરબી કામ અર્થે આવી રહ્યો હતો અને સિરામિક કારખાનામાં કામ કરતો હોવાનું જણાયું છે.