પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણીમંદિર નજીક ટ્રેકટર નંબર જીજે-૦૩-એસએસ-૪૭૩૦ના ચાલકે પુરઝડપે અને બેદરકારી પુર્વક ટ્રેકટર ચલાવતા બાઇક ચાલક બીપીન દામજીભાઈ નકુમ (ઉ.વ૨૦, રહે. હાલ ઉમા ટાઉનશીપ)ને હડફેટે લેતા બીપીનભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી છૂટયો હતો. મૃતક બાઇક ચાલક યુવાનના પિતા દામજીભાઈ કાનજીભાઈ નકુમ (રહે. ઠાકર શેરડી ગામ, જિલ્લો દેવભૂમિ દ્વારકા)ની ફરિયાદ નાં આધારે મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન પીએસઆઈ વી.આર. શુકલે ટ્રેકટર નંબરના આધારે આર.ટી ઓ.માંથી વિગતો મેળવી નાસી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતે મોત નિપજાવવાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.