મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલ્લીનગર-૧ માં રહેતા શબ્બીરભાઇ હુસેનભાઇ જેડા ઉવ.૩૭ આજથી ચાર દિવસ પહેલા પોતાના ઘરે કોઈ કારણોસર બેભાન થઈ ઢળી પડ્યા હતા ત્યારે પરિવારજનો દ્વારા શબ્બીરભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલ તા.૨૧/૧૦ના રોજ શબ્બીરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ બાબતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના મેડિકલ ઓફિસરે આપેલ વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.