વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી ૨૪ વર્ષીય યુવક વાળ કપાવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયાની ફરિયાદ તેના મોટાભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતો ૨૪ વર્ષીય યુવક સંજયભાઇ ટીડાભાઇ ઘેણોજા ગત તા.૦૬/૦૩ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ઘરેથી વાળ કપાવવાનું કહી નીકળી ગયા બાદ ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા ઘરમેળે ગામમાં તથા સગાવ્હાલામાં તપાસ કરી હતી જે આજદિન સુધી યુવકના કોઈ સગડ ન મળતા યુવાકના મોટાભાઈ મહેશભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.