મોરબીના જીકીયાળી ગામના ૩૦ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ શેરૂભાઇ કૈલાશભાઈ અજનારીયાએ ગઈ તા.૦૮ ડિસેમ્બરના રોજ અજાણ્યા કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરિવારે તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં બે દિવસ સારવાર ચાલ્યા બાદ તેમનું મોત થયું હતું. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









