મોરબીના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર આવેલ બાલા બેકરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના કોકલ પોસ્ટ કિશનપુર તા.ભીન્ગા જી.શ્રાવસ્તીના વતની પલ્લુરામ તોતારામ નિષાદ ઉવ.૧૯ ગઇ તા-૧૯ ડિસેમ્બર ૨૦૨૪ ના વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના સુમારે બેકરીનું કામ પૂરૂ કરીને કીચનમા ચા બનાવવા માટે ગયેલ ત્યારે કિચનમા ગેસનો ચુલ્લાનો વાલ ખુલ્લો રહી ગયેલ હોય કે લીકેઝ હોય તેના કારણે ચુલ્લો ચાલુ કરવા માટે લાઇટરથી ચાલુ કરવા જતા અચાનક આગ લાગતા આખા શરીરે દાઝી ગયેલ હોય જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ વધુ સારવારમાં અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરેલ હોય જ્યાં તા.૦૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સારવાર દરમ્યાન પલ્લુરામ તોતારામ નિષાદનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃત્યુના બનાવ મામલે અ.મોતની નોંધ કરી પોલીસે આગળની તપાસ ચલાવી છે.