Sunday, June 15, 2025
HomeGujaratમોરબીમાં ક્રિકેટ એકેડેમીમાં કસરત દરમ્યાન હાર્ટ એટેક આવતા યુવકની તબિયત બગડી:સારવાર પૂર્વે...

મોરબીમાં ક્રિકેટ એકેડેમીમાં કસરત દરમ્યાન હાર્ટ એટેક આવતા યુવકની તબિયત બગડી:સારવાર પૂર્વે મોત

મોરબીમાં એસ.પી. રોડ ઉપર એક્સેલ ક્રિકેટ એકેડેમીમાં કસરત કરી રહેલા ૨૨ વર્ષના સ્પોર્ટ્સપ્લેયરની અચાનક તબિયત બગડતાં તેઓ રૂમ ઉપર સુઈ ગયા બાદ કોવહ દ્વારા જગાડતા જાગેલ નહિ, જેથી બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના એસ.પી. રોડ રવાપર વિસ્તારમાં આવેલી એક્સેલ ક્રિકેટ એકેડેમી ખાતે રહી ટ્રેનિંગ લઈ રહેલા અને મૂળ તામિલનાડુ રાજ્યના વેલ્લોર જીલ્લાના રહેવાસી વિષ્ણુ દેવાનંદ આગામુડી મુદલીયાર ઉવ.૨૨નું અચાનક મોત થયું છે. મૃતક વિષ્ણુ એક સ્પોર્ટ્સપ્લેયર તરીકે એકેડેમીમાં જ રહેતા હતા. ત્યારે ગઈકાલ તા.૧૩/૦૬ ના રોજ એકેડેમીમાં કસરત દરમિયાન તબિયત બગડતાં તે ખુરશી પર આરામ માટે બેસી ગયો હતો. બાદમાં રૂમમાં આરામ લેવા ગયા ત્યારે તે સુઈ ગયો હતો, જેથી તેમનાં કોચે તેમને જગાડવા પ્રયત્ન કર્યો તો તે બેભાન હાલતમાં હોય જેથી તેમને રિક્ષા દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસ બાદ વિષ્ણુ મુદલીયારને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે પોલીસે મૃતકના પિતા આર. દેવાનંદ રવિન્દ્રનાથન આગામુડી મુદલીયાર ઉવ.૫૩ વેલ્લોર, તામિલનાડુના રહેવાસી પાસેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમીક વિગતો લઈ અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!