મોરબીમાં અકસ્માતના બનાવમાં વધુ એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાના બનાવમાં તાલુકાના ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રક ટેન્કરે મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ તાલુકા પોલીસે આરોપી ટ્રક-ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસીપરા મેઈન રોડ ઉપર રહેતા આકાશભાઈ વસંતભાઈ સોમાણીએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટેન્કર રજી.નં. જીજે-૦૮-યુ-૨૨૦૮ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૨/૦૪ના રોજ ફરિયાદી આકાશભાઈના ભાઈ પ્રકાશભાઈ વસંતભાઈ સોમાણી પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-જે-૯૫૮૩ લઈને જતા હતા ત્યારે ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પુર ઝડપે અને બેદરકારીપૂર્ણ ટ્રક ટેન્કરના ચાલકે પોતાનું વાહન ચલાવી પ્રકાશભાઈને મોટરસાયકલને ટક્કર મારતા, તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, પ્રકાશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે ટ્રક ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.