Wednesday, January 22, 2025
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામે ટ્રકની ઠોકરે મોટર સાયકલ ચાલક યુવાનનું મૃત્યુ

મોરબીના ઉંચી માંડલ ગામે ટ્રકની ઠોકરે મોટર સાયકલ ચાલક યુવાનનું મૃત્યુ

મોરબીના પીપળી ગામે રહેતો યુવક પોતાના મોટર સાયકલ ઉપર ઘુંટુ ગામેથી પોતાના ઘરે જતો હોય ત્યારે હળવદ-મોરબી રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક ટ્રક કન્ટેઈનરના ચાલકે પાછળથી મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ સહિત યુવક રોડ ઉપર પડી જતા યુવકના માથા ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી ગયું હતું, ત્યારે માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ ટ્રક કન્ટેઇનર ચાલક પોતાના હવાલા વાળું વાહન મૂકીને ભાગી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ હળવદ ટાઉનમાં ખારીવાડી(રામનગર) સોસાયટીમાં રહેતા ચતુરભાઈ માવજીભાઈ દલવાડી ઉવ.૬૪એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક-કન્ટેઇનર રજી.નં. જીજે-૧૨-બીટી-૮૮૪૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૮/૦૧ના રોજ ચતુરભાઈનો પુત્ર રાજેશભાઇ ઉવ.૩૨ એચએફ ડિલક્સ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એચ-૨૩૮૮ લઈને ઘુંટુ ગામથી પીપળી ગામે પોતાના ઘરે જતો હોય ત્યારે ઉંચી માંડલ ગામ નજીક હળવદ મોરબી રોડ ધર્મગંગા સોસાયટી સામે રોડ ઉપર પાછળ આવતા ટ્રક કન્ટેઈનરના ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડમાં ચલાવી રાજેશભાઇના મોટરસાયકલને ઠોકર મારતા મોટર સાયકલ અને રાજેશભાઈને રોડ ઉપર પછાડી દીધા હતા, તે દરમિયાન ટ્રકનો પાછળના ટાયરનો જોટ્ટો રાજેશભાઇના માથામાં ફરી વળ્યો હતો, ત્યારે રાજેશભાઈનું સ્થળ ઉઓર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક-કન્ટેઇનર સ્થળ ઉપર મૂકી ચાલક ભાગી ગયો હતો, જે મુજબની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!