Thursday, July 3, 2025
HomeGujaratવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે મોટર સાયકલ ચાલક યુવકનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે મોટર સાયકલ ચાલક યુવકનું મોત

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતના આ બનાવમાં વઘાસીયા ટોલનાકા નજીક કોઈ અજાણ્યા વાહનની ઠોકરે મોટર સાયકલ ચાલક યુવક રોડ ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા સારવાર મળે તે પહેલાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા જયદીપભાઈ દીપકભાઈ ખીમાભાઈ ખમાણી ઉવ.૧૯ વઘાસીયા જીઆઈડીસીમાં આવેલ રોમેક્સ સીરામીક કારખાનામાં ગઈ તા.૩૦/૦૬ના રોજ નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયેલ હતો. ત્યારે રાત્રીના જયદીપ નાસ્તો લેવા મોટર સાયકલ જીજે-૦૩-એફએસ-૯૦૫૬ લઈને કારખાનેથી બહાર ગયો હતો, ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક વૃદાવન હોટલ સામે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહને જયદીપને મોટર સાયકલ સહિત હડફેટે લેતા જયદીપ રોડ ઉપર પટકાતા, તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માતની આ ઘટનામાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થાઉપરથી લઈને નાસી ગયો હતો, ત્યારે મૃતક યુવકના પિતા દીપકભાઈ ખીમાભાઈ ખમાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!