વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અશ્વિનભાઇ લાલજીભાઇ માલકીયા ઉવ.૨૬ નામનો યુવક ગઈકાલ તા. ૦૩/૦૯ના રોજ સવારે ઠીકરીયાળા ગામ નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પોતાની દુકાને હોય તે દરમિયાન દુકાનમાં વીજશોક લાગતા અશ્વિનભાઈને તાત્કાલિક ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી અશ્વિનભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી વધુ વિગતો તપાસી હતી. હાલ પોલીસ દ્વારા દુકાનદાર યુવકના અકાળે મૃત્યુ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.