હળવદ તાલુકાના સુંદરગઢ ખાતે ૨૪ વર્ષીય હિમાનીબેન પ્રજાપતીએ માનસિક બીમારીથી કંટાળી બ્રાહ્મણી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. હાલ હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદમાં રૂદ્ર-૨ સોસાયટીમાં રહેતા અને મૂળ મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામના વતની અને હળવદના સાપકડા ગામે આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિમાનીબેન અશોકભાઈ પ્રજાપતિ (ઉવ.૨૪ )એ ગઈકાલ તા.૨૬/૦૭ના રોજ હળવદથી સુંદરગઢ પોતાના એકટીવા મોપેડમાં જઈ ત્યાં પુલ ઉપર મોપેડ અને પર્સ રાખી બ્રાહ્મણી નદીમાં કૂદીને પોતાના જીવનનો અંત લાવ્યો હતો, ત્યારે હળવદ પોલીસે આપઘાત કેસની તપાસ શરૂ કરી હતી, ત્યારે મૃતકની માતા ઉષાબેન અશોકભાઈ પ્રજાપતિ પાસેથી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી હતી જે મુજબ, હિમાનીબેન છેલ્લા આઠ મહિનાથી મગજની બિમારીથી પીડાતા હતા અને તે માટેની દવા ચાલુ હતી, પરંતુ માનસિક બીમારીથી કંટાળી હિમાનીબેને આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.હાલ હળવદ પોલીસે મૃત્યુના બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.