મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલ વોલકેમ મીનરલ કારખાનામાં ૩૬ વર્ષીય શ્રમિક યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો મુજબ, ગઈકાલ તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ બેલા-જેતપર રોડ પર વોલકેમ મીનરલ કારખાનાની રૂમમાં રહેતા સોનુભાઈ પ્રીતમસિંહ વિશ્વકર્મા ઉવ.૩૬એ કોઈ અકળ કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતકની ડેડબોડી અજયભાઈ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.