મોરબીમાં વધુ એક આપઘાતનો ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા ગોપાલભાઇ દેસાભાઇ ચાવડા નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા તેના ભાઈ શાંતિલાલ દેસાભાઇ ચાવડા તેમને તાત્કાલિક મોરબી સરકાર હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલ હતા. પરંતુ તેઓને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.