વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે આવેલ સીબેલા સીરામીકની લેબર કોલોનીમાં આવેલ ઓરડી નં.૯માં રહેતા મૂળ રાજસ્થાનના બેડવા ગામના રહેવાસી ૧૯ વર્ષીય રાહુલભાઇ શંકરભાઇ ડામોરે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં લોખડના પાઇપ સાથે દોરડા વડે પોતાની જાતે ગળેફાસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.