Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના આંદરણા ગામ નજીક સીએનજી રીક્ષાએ સામેથી આવતા બાઇક ઠોકરે ચડાવતા યુવકનું...

મોરબીના આંદરણા ગામ નજીક સીએનજી રીક્ષાએ સામેથી આવતા બાઇક ઠોકરે ચડાવતા યુવકનું મોત

મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક ચાર સવારી બાઇકમાં નીકળેલ ચાર સગા ભાઈઓને અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી પુરપાટ ઝડપે આવતી સીએનજી રીક્ષાએ સામેથી આવી બાઇકને ટક્કર મારતા ચારેય ભાઈ બાઇક સહિત રોડ ઉપર પડી ગયા હતા, જેમાં એક ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અન્ય ત્રણ ભાઈઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, ત્યારે મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઇ કેશુભાઈ ડઢૈયા અને તેમના ત્રણ ભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ તથા અનિલભાઈ એમ ચારેય ગત તા.૨૧/૧૦ ના રોજ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એબી-૩૬૮૮ લઈને રણછોડગઢ ગામથી નીચી માંડલ જઈ રહ્યા હોય ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં આંદરણા ગામ નજીક રોડ ઉપર સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૩૬૬૧ના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે અબે ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા બાઇકને ઠોકર મારતા બાઇક સવાર ચારેય ભાઈઓ રોડ ઉપર પટકાયા હતા, જેમાં સાગરભાઈ કેશુભાઈ ડઢૈયાનું માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું, હાલ પોલીસે સીએનજી રીક્ષા ચાલક આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!