Saturday, December 28, 2024
HomeGujaratમોરબી માળીયા નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે જતી આઇસર ટ્રક સાથે અથડાતા...

મોરબી માળીયા નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે જતી આઇસર ટ્રક સાથે અથડાતા યુવકનું મોત

મોરબીમાં માર્ગ અકસ્માતમાં વધુ એક યુવકનો જીવ હોમાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી આઇસર કારની આગળ અચાનક ટ્રક આવી જતા આઇસર વાળતા આઇસરનો ખાલીસાઇડનો ભાગ ટ્રકના પાછળના ઠાઠે અથડાતા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સવારના સમયે GJ-12-BX-3569 નંબરની ટાટા આઇસરના ચાલક ઇરફાનભાઇ અનવરભાઇ ભટી (રહે.જખૌ ગામ સોતારા ફળીયુ તાલુકો-અબડાસા જીલ્લો-કચ્છ ભુજ)એ પોતાના હવાલા વાળુ આઇસર પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવતા અચાનક આગળ ટ્રક આવી જતા આઇસર વાળતા આઇસરનો ખાલીસાઇડનો ભાગ ટ્રકના પાછળના ઠાઠે અથડાતા જાવિદભાઇ જમાલભાઇ પંજા નામનો યુવક આઇસરના ખાલી સાઇડમાં કેબીનમાં દબાય જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના કાકાના દીકરા હાજીભાઇ કાલુભાઇ પંજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇરફાનભાઇ અનવરભાઇ ભટી વિરુધ્ધ
ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!