Thursday, December 26, 2024
HomeGujaratહળવદના શક્તિનગર નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતા એક યુવકનું મોત

હળવદના શક્તિનગર નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતા એક યુવકનું મોત

મોરબીમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે જતી બાઈકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે બાઇકમાં પાછળની સીટ પર બેસેલ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદમાં આવેલ જયંતીભાઇ કાનાભાઇ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રીપેશ કાંતીભાઇ ડુંભીલ ગત તા.૦૧/૦૨/૨૦૨૩ના રાત્રીના સમયે ખીમરાજ પુનાભાઇ ડુંભીલ નામના યુવક સાથે પોતાની GJ-34-L-7196 નંબરનું બાઈક લઈ પુરપાટ ઝડપે ચલાવી હળવદ ધ્રાગધ્રા હાઇવે રોડ શક્તીનગર મુરલીધર હોટલ સામે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક રોડના ડીવાડર સાથે ભટકાઈ હતી. જેના કારણે બાઈકમા પાછળની શીટમા બેસેલ ખીમરાજ પુનાભાઇ ડુંભીલ પડી જતા તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ખીમરાજ પુનાભાઇ ડુંભીલના ભાઈ કાંતીભાઇ પુનાભાઇ ડુંભીલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!