અજાણયા વાહન ચાલકે યુવાનને અડફે લેતા યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
હળવદ તાલુકાના કેદારીયા ગામના નજીક પુલ પર રવિવારે રાત્રીના યુવાન રોડ પર પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાને અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.ઘટનાની જાણ થતા તાત્કાલિક હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો.
આ બાબતે હળવદ પોલીસ તપાસ કરતા આ યુવાન હળવદ તાલુકાના કેદારીયા ગામે રહી મજુરી કામ કરતો રૂપા ભાઈ દોશુભાઈ. સલાટ હોવાનું જાણવા મળ્યું હતું.રૂપાભાઈ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે રૂપાભાઈ ના શરીરના ટુકડા ટુકડા થઈ ગયા હતા.યુવાન નો મૃતદેહ ક્ષેપ વિક્ષેપ હાલતમાં હોય તેને ઓળખવો પણ મુશ્કેલ હતો. યુવાન ને પુલ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવાનનુ ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું અને મહા મુસીબતે મૃતકની ઓળખ મળી હતી.