આ બનાવની મળતી માહિતી અનુસાર, હળવદના કોંયબા ખાતે રહેતા દિગ્વીજયસિંહ મંગળસિંહ ઝાલા ગત બપોરે કોંયબા થી ઢવાણા જવાના રોડ ઉપર કામ કરી રહ્યા હતા. ત્યારે તેઓને ઇલેકટ્રીક શોક લાગતા તાત્કાલિક હળવદ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.