મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક શખ્સ દ્વારા રસ્તા પર વચ્ચે તેનું ટ્રક પાર્ક કરવામાં આવતા પાછળથી આવતી બોલેરો પીકઅપ ગાડીને ટ્રક ન દેખાતા તેની સાથે અકસ્માત સર્જાયો હતો. જેને લઈ બોલેરો ગાડીમાં સવાર એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોટ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગત 17 ઓગસ્ટે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં નવા ધનાળા પાટીયાથી આગળ જતા રસ્તા પર વચ્ચે GJ-12-BX-4547 નંબરનાં આઇસર ટ્રક ચાલકે પોતાનું વાહન અન્ય આવતા જતા વાહનોને તેમજ રાહદારીઓને અડચણ રૂપ થાય તે રીતે રોડ ઉપર પાર્ક કરી પાર્કીગ લાઇટ ચાલુ કર્યા વગર જતો રહ્યો હતો. જેને કારણે અકસ્માતનો ભય પણ વધ્યો હતો. ત્યારે બેફિકરાઇ રીતે આવતા જતા રાહદારીઓની જીંદગી જોખમાઇ તે રીતે પોતાનુ આઇસર ટ્રક ઉભુ રાખેલ હોવાથી ત્યાંથી પસાર થતા પોપટ સોમાભાઇ ઠાકોરની GJ-27-X-9587 નંબરની બોલેરો પીકઅપ ગાડી આરોપીની બેદરકારીના લીધે તેના વાહન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પોપટભાઇને શરીરે ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.