Wednesday, December 4, 2024
HomeGujaratવાંકાનેરના ગાત્રાળનગર નજીક લોડિંગ રીક્ષાએ સામેથી આવતા બાઇકને હડફેટે લેતા યુવકનું મૃત્યુ

વાંકાનેરના ગાત્રાળનગર નજીક લોડિંગ રીક્ષાએ સામેથી આવતા બાઇકને હડફેટે લેતા યુવકનું મૃત્યુ

વાંકાનેરના ગાત્રાળ નગર(સિધાવદર) ગામ નજીક લોડિંગ રીક્ષા હડફેટે બાઇક-ચાલક ૨૦ વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે મૃતક યુવકના ભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી લોડિંગ રીક્ષા-ચાલક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે રહેતા ૨૦ વર્ષીય યુવક ગૌતમ નાથાભાઇ રાઠોડ ગઈ તા.૦૨/૧૧ના રોજ વાંકાનેરથી સિંધાવદર બાઇક રજી.નં. જીજે-૩૬-એકે-૦૯૭૮ લઈને જતો હોય ત્યારે ગાત્રાળનગર(સિંધાવદર) નજીક આવેલ વડાલના નાલા પાસે સામેથી લોડિંગ રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૪૯૪ના ચાલકે પોતાની લોડિંગ રીક્ષા પુરઝડપે ચલાવી સામેથી આવતા બાઇકને ઠોકરે ચડાવતા બાઇક ચાલક ગૌતમભાઈને માથામાં તથા કપાળમાં ગંભીર ઇજાઓ પહોંચતા ગૌતમભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, હાલ મૃતક યુવકના ભાઈ હિતેષભાઈ નાથાભાઇ રાઠોડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદના આધારે વાંકાનેર તાલુજ પોલીસે ઉપરોક્ત લોડિંગ રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!