વાંકાનેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરમાં નિધી માઇક્રોન સીરામીક સરતાનપર રોડ ખાતે રહેતા લાલજીયાવન દશરથભાઇ સરોજ નામના યુવક ગઈકાલે પોતાના રહેણાંક મકાન નિધી માઇક્રોન સીરામીક ખાતે અગમ્ય કારણોસર પડી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. પરંતુ યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.