જેતપર ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવકને એકાદ વર્ષ અગાઉ આરોપીઓ સાથે મારામારી થયેલ જે બાબતે પોલીસ કેસ કરેલ હોય તેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં જેતપર ગામના ચોકમાં ચામુંડા પાનની દુકાન સામે આવી મોરબીના જેતપર ગામે રહેતા રાજુભાઇ ભુદરભાઇ કંડીયાને આરોપીઓ તુફેલભાઇ ઓસમાણભાઇ કૈડા અને અબ્દુલભાઇ નથુભાઇ કૈડા સાથે એકાદ વર્ષ અગાઉ મારામારી થયેલ હોય જે બાબતે પોલીસ કેશ થયેલ હોય જેનો ખાર રાખી આરોપી તુફેલ કૈડા અને અબ્દુલભાઈ કૈડાએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.