બે મહિના અગાઉ બાઇક ઉપર સ્ટંટ કરેલ વિડીયો વાઇરલ થતા યુવકને કાયદાનું ભાન કરાવ્યું
વાંકાનેરના મહિકા ગામ સામે નેશનલ હાઇવે ઉપર બે મહિના પૂર્વે માહિકા ગામના યુવકે બાઇક ઉપર જોખમી સ્ટંટ કરતા વિડીયો ઉતારેલ જે વિડીયો સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ થયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે આઈ.ડી.ને આધારે આરોપીની ઓળખ મેળવી બાઇક સાથે તેની અટક કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી તરફથી મોરબી જીલ્લામાં હાઇવે રોડ ઉપર બાઇક વડે જોખમી સ્ટંટ કરી આમ લોકોની જીંદગી જોખમમાં મુકતા ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા સુચના થઇ હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારના નનેશનલ હાઇવે પર બાઇક વડે જોખમી સ્ટંટ કરતા ઇસમનો વિડીયો વાયરલ થયો હતો. જે વાઇરલ વીડિયોને ગંભીરતાથી લઇ વાયરલ થયેલ વીડીયોમાં જોવામાં આવતા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.II.lovely_sanjudo_0812.II ની તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.સંજયભાઇ રમેશભાઇ મકવાણા હોવાનું જણાઇ આવતા મહીકા ગામે બાઇક સ્ટંટ કરનાર ઇસમ સંજયભાઇ રમેશભાઇ મકવાણા ઉવ.૧૯ રહે.મહીકા કાબરાનેસ તા.વાંકાનેર જી.મોરબી વાળાને શોધી જોખમી સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલ બાઇક કબ્જે લઈ આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.