વાંકાનેર ટાઉન વિસ્તારમાં આવેલ ભાટીયા સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય વિપુલભાઈ ડાયાભાઇ મથુરીયા નામના યુવકે ગઈકાલ તા.૨૩/૧૦ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતક વિપુલભાઈની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના હાજર ડોક્ટરે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી અકાળે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









