મોરબીનાં સેરોન ગ્રેનાઈટ કારખાનામા ઉચી માંડલ રોડ ખાતે રહેતા અટલકુમાર રામરૂપ નાગર નામના યુવકનું ગત તા.૦૯/૦૫/૨૦૨૩ ના રોજ સેરોન સીરામિક લેબર કવાર્ટરમા અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. જેને લઈ સ્થાનિકોએ તેનાં મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.