મોટાભાઈએ આપેલ રૂપિયાની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા નાનાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબીમાં સામાકાંઠે રહેતા યુવકને ફોન ઉપર તેમજ રૂબરૂ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મોટાભાઈએ વ્યાજે રૂપિયા આપ્યા હતા જે બાદ તેમનું મૃત્યુ થઈ જતા જે રૂપિયાની નાનાભાઈ દ્વારા કડક ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિત દ્વારા ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી-૨ વિદ્યુતનગર પાછળ વિક્રમવાડી વિસ્તારમાં રહેતા હેમંતભાઇ ઘોઘાભાઇ સુરેલા ઉવ.૩૨ એ પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું અગાઉ શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલા નામના વ્યક્તિ પાસેથી હેમંતભાઈએ ૪ લાખ રૂપિયા ૩% લેખે વ્યાજે લીધા હતા જે બાદ શક્તિસિંહનું અવસાન થઈ ગયું હતું ત્યારે ગઈકાલ તા.૦૧/૧૨ના રોજ હેમંતભાઈ પોતાના ઘરે હોય તે દરમિયાન મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા શક્તિસિંહના ભાઈ અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલાએ હેમંતભાઈને ફોન કરી ધમકી આપી હતી કે મોટાભાઈ એ જે રૂપિયા આપ્યા છે તે વ્યાજ સહિત પરત કરી દેજે કહીને અશોકસિંહની ઓફિસે મળવા માટે બોલાવ્યા હતા, જ્યાં હેમંતભાઈને જેમફાવે તેમ ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે અને તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂ મર્ડર કરતા વાર નહી લાગે તેમ કહી ફોન ઉપર તેમજ રૂબરૂમા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી હેમંતભાઈ દ્વારા સીટી બી ડિવિઝનમાં આરોપી અશોકસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ધાક ધમકી આપ્યા અંગેની બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.