Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેર સિરામિક ફેકટરીમાં રહેતા યુવકનું ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

વાંકાનેર સિરામિક ફેકટરીમાં રહેતા યુવકનું ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

વાંકાનેરની ઢુવા વરમોરા કંપનીમાં રહેતા મૂળ ચોટીલાના ખુશાલભાઇ ચનાભાઇ છાગઠીયા નામના ૨૨ વર્ષીય યુવકે ગત તા.૦૨/૦૭/૨૦૨૩ના રોજ વરમોરા કંપનીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ યુવકને ઝેરની અસર થતા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મોરબી શ્યમ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા યુવકને પ્રાથમિક સારવાર આપી ડોક્ટરે તેને રાજકોટની સદભાવના હોસ્પીટલમાં વધુ સારવાર માટે રીફર કર્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!