મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ કાંટા પાસે રહેતા ૩૫ વર્ષીય યુવક દેવજીભાઇ કેશુભાઇ સોમાણીએ ગત તા.૧૪/૦૩ ના રોજ મોરબીની નટરાજ ફાટક પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવારમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં દેવજીભાઈનું ચાલુ સારવાર દરમિયાન તા.૧૫/૦૩ ના રોજ મૃત્યુ નિપજતા હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આપઘાતનું કારણ જાણવા અંગેની તપાસ શરૂ કરી છે.