હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના કડીયાણા ગામથી માથક ગામ જવાના રસ્તે નર્મદા કેનાલ પાસે સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એએન-૦૬૪૭ વાળા બાઇક ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સની બે નંગ બોટલ કિ.રૂ.૧,૧૨૪/-મળી આવી હતી, જેથી આરોપી કુકાભાઈ ઉર્ફે કાનો હકાભાઈ રાતુજા ઉવ.૨૩ રહે.રણછોડગઢ તા.હળવદ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી, દારૂ તથા બાઇક સહિત રૂ.૩૧,૧૨૪/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.