Sunday, December 29, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામ નજીક બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની ૧૦૮બોટલ સાથે યુવક...

મોરબીના રંગપર ગામ નજીક બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની ૧૦૮બોટલ સાથે યુવક પકડાયો

મોરબીના રંગપર ગામ નજીક દેવરાજ કોમ્પ્લેક્ષની પાછળ બાવળની કાંટમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૮ બોટલ સાથે શકત શનાળાના એક ઇસમની અટક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે રંગપર ગામ નજીક આવેલ દેવરાજ કોમ્પ્લેક્ષની પાછળ બાવળની કાંટમાં વેકગણ કરવાને ઇરાદે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે હાલ તે જથ્થાને સગેવગે કરવાની પેરવી ચાલુ હોય જેથી તુરંત તાલુકા પોલીસ દ્વારા ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા સ્થળ ઉપર આરોપી મેરુભાઈ ભરતભાઇ કરકટા ઉવ.૨૨ રહે.શકત શનાળા શક્તિ પ્લોટવાળાને બાવળની કાંટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ત્યારે બાવળની કાંટમાં તપાસ કરતા કુલ અલગ અલગ ૯ બોક્સમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૮ કિ.રૂ.૪૯,૬૮૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી તમામ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!