હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કડીયાણાથી માથક જવાના રસ્તે રણછોડગઢના બોર્ડ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી નિખિલ રાજુભાઇ ગોહીલ ઉવ.૨૦ રહે. માથક ચોર પાસે તા. હળવદ વાળા પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ડિસ્કાઉન્ટ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૨૦ બોટલ કિ.રૂ ૨,૦૦૦/-મળી આવતા, તુરંત આરોપીની અટક જારી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે આગળની તપાસ ચલાવી છે.









