ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરાયા ચોકડી ખાતે શંકાસ્પદ હાલતમાં કપડાંની થેલી લઈ ઉભેલ શખ્સને રોકી પૂછતાછ કરી કાપડની થેલીની તલાસી લેતા તેમાથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ૩ નંગ ટીન કિ.રૂ.૩૭૫/- મળી આવ્યા હતા, જેથી આરોપી શારૂખભાઈ મહેબૂબભાઈ વિકીયા ઉવ.૨૨ રહે. સરાયા ગામ તા.ટંકારા વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









