મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં શેરી નં.૧૦ માં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ જણાઈ આવતા, એ ડિવિઝન પોલીસે તેને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકની થેલીની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની નાની મોટી કુલ ૮ બોટલ કિ.રૂ.૧,૪૪૦/- મળી આવી હતી. જેથી તુરંત આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનગ્રા ઉવ.૪૦ રહે.વાઘપરા શેરી નં.૧૦ વાળાની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









