મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ ઉપર મોમ્સ હોટલવાળા રસ્તે જાહેર રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૧૦૭/- મળી આવી હતી, જેથી પોલીસે આરોપી મયુરભાઈ કાંતિભાઈ વાઘેલા ઉવ.૨૧ રહે. શકત શનાળા ઇન્દિરા આવાસ મોરબી વાળાની સ્થળ ઉપરથી કાયદેસરની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









