મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરના લખધીરવાસ નજીક વાંકાનેર દરવાજા પાસે રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૫૦૦/- સાથે આરોપી જાવીદભાઈ યુનુસભાઈ ખોખર ઉવ.૩૬ રહે.સિપાઈવાસ માતમ-ચોક મોરબી વાળાની સીટી એ ડિવિઝન પોલીસે અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે