ટંકારા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અમરાપર રોડ ઉપર ગેસ એજન્સી નજીક, નાલા પાસે પાહીચતા સામેથી પગપાળા આવી રહેલ ઇસમને રોકી તેની તલાસી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ કિ રૂ.૬૮૬/-મળી આવી હતી, જેથી પોલીસે આરોપી હનીફભાઈ ગફારભાઈ લધડ ઉવ.૩૫ રહે. ટંકારાના ટોળ ગામે મફતિયાપરા વાળાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોધી આગળની તપાસ ચલાવી છે.