માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વવાણીયા ગામે સ્મશાન નજીક એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નીકળેલ હોય જેથી તેને રોકી તેની અંગ ઝડતી લેતા, તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૫૬૧/-મળી આવી હતી, જેથી માળીયા(મી) પોલીસે આરોપી કિશનભાઈ આયદાનભાઈ ખાદા ઉવ.૩૦ રહે. વવાણીયા ગામ ઉપરકોટ વિસ્તાર તા.માળીયા(મી) વાળાની અટકાયત કરવામાં આવી છે