રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જિલ્લામાં શાંતિ જળવાઈ રહેત તે અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચનો કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે રંગપર ગામ પાસેથી એક શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રંગપર ગામની પાછળ મહાકાળી મંદીર સામે આવેલ શેરીમા એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટની રોયલ ચેલન્જર ફીને રેસેરવી વ્હીસ્કીની કાચની કંપની શીલપેક પાંચ વિદેશીદારૂની બોટલોના કુલ રૂ.૧૮૭૫/-ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકાના પીપળી શાંતીનગર ખાતે અજયસિંહ સરવૈયાના મકાનમાં રહેતા અનીલભાઇ કરમશીભાઇ પાટડીયા નામના યુવકની અટકાયત કરી છે.