મોરબી શહેરના વાવડી રોડ ઉપર શ્રીજી પાર્ક સોસાયટીના નાકા પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ યુવકને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રોકી તેની અંગઝડતી લેતા, યુવકના પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૨ બોટલ કિ.રૂ.૧,૩૭૨/- મળી આવતા, પોલીસે આરોપી દશરથસિંહ ઉર્ફે દશુભા વનરાજસિંહ ઝાલા ઉવ.૨૩ રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









